/connect-gujarat/media/media_files/2025/07/24/qufguqw-2025-07-24-16-59-37.jpeg)
નેપાલ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફોરમ દ્વારા આયોજિત એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભરૂચની સાક્ષીબા જાડેજાએ ગોલ્ડ મેડલ હાંસલ કરી શાળા તેમજ પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચની માટીથી વિજયની વધુ એક ઐતિહાસિક પળ ઉમેરાઈ છે. ભાવનગરની શ્રી નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ધોરણ-9 (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતી ભરૂચની વિદ્યાર્થીની સાક્ષીબા પ્રદીપસિંહ જાડેજાએ નેપાળમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં જ તા. 3 જુલાઈથી 10 જુલાઈ-2025 દરમિયાન નેપાલ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફોરમ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં એશિયાના અનેક દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાક્ષીબાએ ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતા સબ-જુનિયર કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે. સાક્ષીબાને શાળામાં જ નિયમિત રીતે એથ્લેટિક્સની તાલીમ કોચ આસિફખાન પઠાણ તરફથી મળી રહી છે. તેઓ પોતે ભારતના નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ જિમ્નાસ્ટ છે, તથા જિમ્નાસ્ટિક અને યોગાના નેશનલ અને ઇન્ટરનેશનલ રેફરી તરીકે પણ ઓળખાય છે.