New Update
ભરૂચમાં ખેડૂતોનો વિરોધ
પાવર ટ્રાન્સમિશન લાઇન મામલે વિરોધ
ખેડૂતો સાથે અન્યાયનો આક્ષેપ
યોગ્ય વળતરની કરવામાં આવી માંગ
કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ પાવર ટ્રાન્સમીશન લાઈન મામલે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર કચ્છના ખાવડા અને આજુબાજુ વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા પવન ચક્કી,સોલાર પેનલ દ્વારા 84 ગી. વોટ પાવર ઉત્પાદન થનાર છે.આ પાવરને ટ્રાન્સમિશન કરવા માટે 20 જિલ્લામાં વીજ કંપનીઓ ટાવરો બાંધવામાં માટે કાર્યવાહી શરૂ કરી છે.આ ટાવર લાઈન બાંધવા માટે હાલ પ્રવર્તમાન કાયદાઓનું ઉલ્લંઘન કરી પોલીસને આગળ કરી વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ કર્યો હતો. જે દમનગીરી અને અત્યાચાર બંધ કરવા માંગ કરવામાં આવી છે.સાથે ચાર મુખ્ય માંગો જેવી કે ટાવર લાઈન નાખવા માટે સી.ઇ.આર.સી.દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી રદ્દ કરી લાયસન્સ રદ્દ કરવામાં આવે,બી લાઈન સાથેના રૂટ મેપ આપવામાં આવે,સમાન વળતર અંગેની નીતિ બનાવવામાં આવે સહિત વાણિજ્ય જંત્રીના ચાર ગણું વળતર ચુકવવામાં આવે,ટાવર દીઠ સમાન બે કરોડ રૂપિયા વળતર ચુકાવવામાં આવે જેવી માંગણીઓ કરવામાં આવી હતી અને માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે
Latest Stories