ભરૂચ: ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જમીન વળતર એવોર્ડના મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ

ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભુત બેરેજ ડાબા કાંઠા પુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવ્યું....

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • જમીન વળતરના એવોર્ડ મુદ્દે રજુઆત

  • ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ

  • મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા

ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભુત બેરેજ ડાબા કાંઠા પુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું.જેમાં જણાવ્યા અનુસાર ભાડભુત બેરેજ ડાબા કાંઠા પુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતોએ જાહેરનામાના વાંધાઓનો આજ દિન સુધી જવાબ આપેલ નથી,કબ્જા ફેર,ક્ષેત્રફળની ત્રુટીઓ આજ દિન સુધી જમીન દફતરના રેકર્ડ પર સુધારેલ નથી,19(1)નું જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈ અનુસાર રદ્દ કરવું,જાહેરનામું રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં કેસ દાખલ કરેલ છે.
જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે તેમજ બોરભાઠાનો એવોર્ડ વર્ષ-2010-11ની જંત્રી પ્રમાણે કરી ખેડૂતો સાથે અન્યાય કરી જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે ખેડુતોને જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓનો અરેઆમ ઉલ્લંઘન કરી એક માત્ર આજીવિકાનું સાધન ઝુંટવી લેવાનો બદ ઈરાદો જાહેર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.
Read the Next Article

ભરૂચ: મામલતદાર કચેરીમાં રૂ.25 લાખના ખર્ચે નિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન, 95 ગામના લોકોનો મળશે લાભ

જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે

New Update
  • ભરૂચ મામલતદાર કચેરીમાં નિર્માણ કરાયુ

  • જન સેવા કેન્દ્રનું નવીનીકરણ કરાયુ

  • રૂ.25 લાખનો ખર્ચ કરાયો

  • મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન

  • 95 ગામના લોકોને થશે લાભ

ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંmઆ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેકટર એન. આર. ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે