New Update
સરકાર દ્વારા જંત્રીના ભાવ રિવાઇઝડ કરાયા
વાલિયા તાલુકાના ખેડૂતોમાં રોષ
સાંસદ મનસુખ વસાવાને કરાય રજુઆત
જંત્રીના ભાવમાં સુધારો કરવાની માંગ
ભાવમાં 70 ટકાનો ઘટાડો થયો: ખેડૂતો
ભરૂચના વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ પહેલાં જંત્રીના દર ઘટી જતાં ખેડૂતોએ વિરોધ નોંધાવી સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરી હતી
ભરૂચના નેત્રંગ વાલિયા તાલુકાની લિગ્નાઈટ જમીનમાં કથીતપણે જંત્રીનો ભાવ તદ્દન ઓછો કરતા તમામ ગામોના ખેડૂતોમાં ભારે વિરોધનો સુર ઉઠ્યો છે.. આ મુદ્દામાં મિલકતોનાં મુસદ્દારૂપ અવમૂલ્યાંકન સામે સખત વિરોધ ખેડૂતો કરી રહ્યા હોવાથી જેમાં સુધારો કરવા માટે માંગણી કરવામાં આવી છે. 2024 જંત્રીનો સૂચિત ડ્રાફ્ટ સરકાર દ્વારા રજૂ કરાયો છે તે વાલિયા તાલુકાના તમામ ગામોના ખેડૂતોને અસ્વીકાર્ય છે અને સરકાર દ્વારા મિલકતોના મુસદ્દારૂપ અવમૂલ્યાંકનનો સખત વિરોધ ખેડૂતો કરી રહ્યા છે.
આ બાબતે ખેડુતોએ ભરૂચ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. 2024 ડ્રાફ્ટમાં મિલકતોના જંત્રી દર 2011 કરતાં પણ ઘટાડી, સરકાર અને વાલિયા તાલુકાના લોકોને કોઈ ફાયદો નથી નુકશાન થયેલ છે.2024 ના મુસદ્દારૂપ જંત્રી માં 70% ભાવ ઘટેલા દર્શાવ્યા છે તે ખેડૂતોને મંજુર ન હોવાની રજુઆત કરવામાં આવી હતી.