કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનનો વિરોધ
વાગરામાં ચાલતી કામગીરી ખેડૂતોએ અટકાવી
કામગીરી બંધ કરાવીને ઉચ્ચક્ક્ષા સુધી કરાઈ રજૂઆત
સહમતી વિના કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ
ખેડૂતોએ યોગ્ય ન્યાયની કરી માંગ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લીમડી ગ્રામપંચાયતની સીમમાં ચાલતી કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો,અને કામગીરી બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લીમડી ગ્રામ પંચાયતની સીમમાં ચાલતી કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.આ જમીનમાં હાલ કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જે કામગીરી ખેડૂતોની સહમતી વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી.આ અંગે ધારાસભ્ય, કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી.
ખેડૂતોએ પોલીસ સહિત ઉચ્ચક્ક્ષા સુધી આ અંગેની રજૂઆત કરીને ત્વરિત ન્યાયની માંગણી કરી છે.અને જો તેઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.