ભરૂચ : જંબુસરના મગણાદ ગામે ઢાઢર નદીના કિનારે મગરનો જીવલેણ હુમલો,ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ સારવાર હેઠળ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીક ઢાઢર નદીના કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા એક વ્યક્તિ પર મગરના હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.

New Update
  • ઢાઢર નદીના કિનારે મગરે કર્યો હુમલો

  • એક વ્યક્તિ પર મગરે કર્યો હુમલો

  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત શખ્સ સારવાર હેઠળ

  • ખેતરમાંથી પાણીની મોટર કાઢી વખતે સર્જાઈ ઘટના

  • મગરના હુમલાને પગલે ભયનો માહોલ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીક ઢાઢર નદીના કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા એક વ્યક્તિ પર મગરના હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદીના કિનારે એક વ્યક્તિ ઉપર મગરના હુમલાની ઘટના બની હતી. નદી કિનારે આવેલ ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા આ ઘટના સર્જાય હતી. જેમાં અજિતભાઈ છગનભાઈ રાઠોડ નામના વ્યક્તિ ઉપર મગરે જીવલેણ હુમલો કર્યો હતો. મગરના હુમલામાં અજિત રાઠોડને પગ તેમજ જાંગના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચી હતી. આ દરમ્યાન સાથે રહેલા અન્ય ખેડૂતો દોડી આવતા અજિત રાઠોડનો હેમખેમ રીતે આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત અજિત રાઠોડને જંબુસરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકેઅજિત રાઠોડને વધુ ઇજાના કારણે વડોદરા રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છેતો બીજી તરફવ્યક્તિ ઉપર મગરના હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. 

Latest Stories