ભરૂચ: વાલિયાના ક્રિષ્ના નગરમાં છુટાછેડા બાદ માતા સાથે રહેતી બાળકીને પિતા લઈ ગયા, પોલીસે પિતા સહિત 2 વ્યક્તિની અપહરણના ગુનામાં કરી ધરપકડ

અપહરણ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ભાવનગરના બોટાદ સ્થિત નવાણિયા ખાતથી અપહરણ થયેલ બાળકીને મુક્ત કરાવી પિતા સહિત 2 વ્યક્તિની કરી ધરપકડ

New Update
Kidnapper Arrest
ભરૂચના વાલિયાના ક્રિષ્ના નગર સોસાયટીમાંથી અપહરણ થયેલ બાળકીને વાલિયા પોલીસે મુક્ત કરવી પિતા સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. ગત તારીખ-15મી એપ્રિલના રોજ વાલિયાના ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા જીવાભાઈ ભરવાડની પુત્રી ગંગાબેન ભરવાડની 7 વર્ષીય પુત્રી રિધુબેનને
Advertisment
કામરેજ ખાતે રહેતો જગમલ વાટુકીયા ફોર વહીલ ગાડી લઈ વાલિયા ખાતે મહેમાન બની આવ્યો હતો.અને 7 વર્ષીય દીકરી રિધુને રૂપિયા આપી માવો લેવા મોકલી હતી.જે બાદ પોતે ફોર વહીલ ગાડી તેની પાછળ લઈ જઈ તેણીને ઊંચકી ગાડીમાં ફેંકી દરવાજો બંધ કરી તેનું અપહરણ કરી અંકલેશ્વર તરફ ફરાર થઇ ગયો હતો.
અપહરણ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ભાવનગરના બોટાદ સ્થિત નવાણિયા ખાતથી અપહરણ થયેલ બાળકીને મુક્ત કરાવી અપહરણકર્તા જગમલ તોગા વાટુકીયા અને બાળકીના પિતા ગોવિંદ ઉર્ફે ટીના વાટુકીયાને ઝડપી પાડ્યો હતો.અને અપહરણમાં ઉપયોગ કરેલ કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે કે બાળકીની માતા સાથે છૂટાછેડા બાદ પિતાને બાળકીનો હક્ક જોઈતો હોવાથી તેનું અપહરણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
Advertisment
Latest Stories