-
ટંકારીયા ગામ સ્થિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન
-
બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન
-
વોરાસમની ઇલેવન-જંબુસર ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાય
-
ક્રિકેટ ટુર્નામેન્ટ જંબુસર ઇલેવનએ મેચ 8 વિકટથી જીતી લીધી
-
મોટી સાંખ્યમાં આસપાસના ગ્રામજનો-ક્રિકેટ રસિકોની ઉપસ્થિતી
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ સ્થિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાય હતી.
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ સ્થિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાડવા આવી હતી. જેમાં પહેલી બેટિંગ વોરાસમની ટીમએ કરી 20 ઓવરમાં 147 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં જંબુસર ઇલેવનએ આ મેચ 8 વિકટથી જીતી લીધી હતી. આ ફાઇનલ મેચનો ટંકારીયા ગામના લોકો સહિત આસપાસના લોકોએ આનંદ માળ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટના સ્પોન્સર બાબુભાઈ પરફેકટવાળા તરફથી કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના આયોજક આરીફ બાપુએ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઇમ્તિયાઝ બાપુ, યુનુસ કોંગોવાલા, ઇમ્તિયાઝ વોરાસમનીવાળ, જાકીર ગોદર સાઉથ આફ્રિકાવાળા, ઝાકીર ઉમતા, આકીબ મુન્શી સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.