ભરૂચ: દહેજની યુનિવર્સલ કેમિકલ કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચની દહેજ જીઆઇડીસીમાં યુનિવર્સલ કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
  • ભરૂચના દહેજનો બનાવ

  • કેમિકલ કંપનીમાં આગ

  • યુનિવર્સલ કેમિકલ કંપનીમાં આગ ફાટી નિકળી

  • 4 ફાયર ફાયટરો આગ પર મેળવ્યો કાબુ

  • સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચની દહેજ જીઆઇડીસીમાં યુનિવર્સલ કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
ભરૂચની દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા યુનિવર્સલ કેમિકલ નામની એક કંપનીના ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલા પોટેશિયમ પરમેંગેનેટ પાવડર સાથે ઓક્સિજનનો સંપર્ક થતા આ રાસાયણિક પ્રતિક્રિયા સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ ફાટતાં કંપનીના કામદારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 4 ફાયર ફાયટરોએ એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની ગંભીરતા જોતા DISHની ટીમે પણ તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી અને આગ લાગવાના કારણે સંભવિત જોખમોની શોધખોળ શરૂ કરી છે.

Latest Stories