ભરૂચ: જંબુસર બાયપાસ રોડ પર ઝૂંપડાઓમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર આવેલ ઝૂંપડાઓમાં આજરોજ બપોરના સમયે આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી

New Update
aaa

ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર આવેલ ઝૂંપડાઓમાં આજરોજ બપોરના સમયે આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચમાં ઉનાળાના સમયમાં આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે આજ રોજ બપોરના સમયે ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણથી ચાર ઝુંપડાઓ આગમાં બળીને ખાક થઈ ગયા હતા.
બનાવી જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.આગના પગલે શ્રમજીવી પરિવારની ઘરવખરી બનીને ખાક થઈ ગઈ હતી.
Latest Stories