New Update
-
ભરૂચમાં ફરી આગનો બનાવ
-
સિટીસેન્ટરના બીજા માળે આગ
-
ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા
-
50 લોકોનું રેસ્ક્યુ કરાયુ
-
સમગ્ર પ્રક્રિયા મોકડ્રિલ જાહેર કરાય
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સીટી સેન્ટરના બીજા માટે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે 50 જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તે આ સમગ્ર પ્રક્રિયાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.
ભરૂચમાં કાળજાળ ઉનાળામાં આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સીટી સેન્ટરના બીજા માળે ગેમ ઝોન બહાર આગ ફાટી નીકળી હતી.આ અંગેનો કોલ મળતાની સાથે જ ભરૂચ નગર સેવાસદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 50 જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
સાથે જ આગને પણ બુજાવી હતી આ ઘટનામાં બે લોકોને દાઝી ગયા હતા. અંતે આ સમગ્ર પ્રક્રિયાને ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી શહેરમાં જ્યારે આગ લાગવાના બનાવો બને ત્યારે ફાયર વિભાગ કેટલું સજ્જ છે તે ચકાસવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 108 એમ્બ્યુલન્સ સેવા સહિત પોલીસનો કાફલો પણ જોડાયો હતો.
Latest Stories