કરમાલી ગામે સમૂહ લગ્નોત્સવનું યોજાયા
રબારી સમાજ દ્વારા કરાયું આયોજન
11 યુગલો લગ્નના તાંતણે બંધાયા
11 દીકરીઓને વાછરડીનું દાન કરવામાં આવ્યું
સાધુસંતો અને સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ તાલુકાના કરમાલી ગામે મેલડી માતાજીના પટાંગણમાં સમસ્ત રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભરૂચ તાલુકાના કરમાલી ગામે સમસ્ત રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.ત્યારે આ નવદંપતિઓને વિશેષ આશીર્વાદ આપવા માટે જગતગુરુ વડવાળા ધામ શ્રી કનીરામ બાપુ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા,અને સમાજના અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા,તથા સમૂહ લગ્નોત્સવના આયોજકો દ્વારા પણ પ્રભુતામાં પગલા માંડનાર તમામ 11 દીકરીઓને વાછરડીનું દાન કરવામાં આવ્યું હતુ.