ભરૂચ: લોક કલાકાર રાજભા ગઢવીના નિવેદનના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ, અંતે રાજભાએ માંગી માફી

ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ પણ રાજભા ગઢવીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. બંને આગેવાનોએ રાજભા ગઢવીના નિવેદનને વખોડી નાખ્યું હતું

New Update

રાજભા ગઢવીના નિવેદનના કારણે વિવાદ

જાણીતા લોક કલાકાર છે રાજભા ગઢવી

આદિવાસીઓ અંગે આપ્યું હતું નિવેદન

આદિવાસી સમાજમાં આક્રોશ

અંતે રાજભાએ માંગી માફી 

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ આદિવાસીઓ અંગે આપેલા નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો ત્યારે આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જોકે અંતે રાજભા ગઢવીએ આદિવાસી સમાજની માફી માગી હતી
ગુજરાતી લોકસાહિત્ય અને લોકકલાકાર રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઈ છે. વાઈરલ વીડિયોમાં રાજભા ગઢવી લોકડાયરામાં બોલે છે કે ગુજરાતના ડાંગ-આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા ન દે.જોઈએ રાજભા ગઢવીએ શું કહ્યું હતું
આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. બંને આગેવાનોએ રાજભા ગઢવીના નિવેદનને વખોડી નાખ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રાજભા ગઢવીના નિવેદનના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને આદિવાસી સમાજને નીચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે  રાજભા ગઢવી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી.
તો આ તરફ વિવાદ વધતા રાજભા ગઢવી પણ સામે આવ્યા હતા તેઓએ સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરી આદિવાસી સમાજની માફી માંગી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ જ્ઞાતિજાતીની વાત નથી કરી છતાં પણ કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમાપાર્થિ છું..
Latest Stories