New Update
ભરૂચના ધોળીકુઈ બજાર રાવળીયાવાડ ટેકરામાં રહેતો જીગ્નેશ ઉર્ફે નેરો રાજુ રાવળ ધોળીકુઈ બજાર ધોળેશ્વર મહાદેવ મંદિર પાછળ જુના ખંડેર હોસ્પિટલમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ મળી કુલ ૧૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કુખ્યાત બુટલેગર જીતું ખત્રીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
જયારે ભરૂચના શેરપુરા ગામની બદર પાર્ક સોસાયટીમાં રહેતો બુટલેગર જાવીદ મહમંદ આલીમ સીલાવટ રહાડપોર ગામ પાસે આવેલ અલતોહિત પાર્ક સામે એકટીવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મળી કુલ ૪૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
Latest Stories