ભરૂચ: ભોલાવ વિસ્તારમાંથી રૂ.86 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ

ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભોલાવ ગામમાં રહેનાર જતીન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની ઓથમાં દારૂના વેચાણ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

New Update
nisa

ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભોલાવ ગામમાં રહેનાર જતીન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની ઓથમાં દારૂના વેચાણ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

રેડ દરમિયાન જયપ્રકાશ સુરેશભાઈ વસાવા નામના યુવાનને દારૂ વેચતી હાલતમાં ઝડપવામાં આવ્યો હતો જ્યારે વિજય નામનો શખ્સ પોલીસના દરોડા બાદ નાસી છૂટ્યો હતો. જયપ્રકાશે પુછપરછ દરમિયાન કબૂલાત આપી કે તે જતીન પટેલ માટે દારૂ વેચવાનું કામ કરે છે. પોલીસે સ્થળ પરથી કુલ 103 લીટર દેશી દારૂ તેમજ વિવિધ બ્રાન્ડની કુલ 176 બોટલ વિદેશી દારૂ કબજે કરી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ તથા અન્ય મુદ્દામાલની અંદાજિત કિંમત ₹86,820 જેટલી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે આ કેસમાં જતીન પટેલ, વિજય અને ધરપકડ કરાયેલ જયપ્રકાશ વસાવા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.