New Update
ભરૂચના વાલિયાનો ચકચારી બનાવ
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બેંક મેનેજરે આચર્યું કૌભાંડ
ખાતેદારોના ખાતામાંથી બરોબાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા
રૂ.21.57 લાખની ઉચાપતની નોંધાઇ ફરિયાદ
વાલીયા પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના વાલીયામાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે ₹21.57 લાખની ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના વાલિયામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ મેનેજર દ્વારા જ ખાતેદારોના રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે.આ અંગે હાલના બ્રાન્ચ મેનેજર શૈલેન્દ્ર કરવાએ વાલિયા પોલીસ મથકમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અજય પવારે તેમના બ્રાન્ચ મેનેજર તરીકેના 21- 7-2021 થી 17- 5 -2024 સુધીના કાર્યકાળમાં ખાતેદારોની સંમતિ વગર ખોટી સહી, ઇમેલ અને ખોટા વાઉચર બનાવી ખાતેદારોના ખાતામાંથી રૂપિયા 93.58 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા ત્યારબાદ રૂ.72 લાખ સમયાંતરે પરત ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા ત્યારે બ્રાન્ચ મેનેજર દ્વારા રૂપિયા 21.57 લાખની ઉચાપત કરવામાં આવી હોવાની વાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.