ભરૂચ: SOU નજીક ડીમોલિશનનો પૂર્વ MLA છોટુ વસાવાએ નોંધાવ્યો વિરોધ, સરકાર પર કર્યા પ્રહારો

ડિમોલીસનનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ તંત્રની નીતિનો વિરોધ કરી કહ્યું કે લોકોને બેઘર કરવાનો સરકારને કોઈ હક નથી

New Update

નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાયેલી ડિમોલિશન કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. તંત્રએ થોડા દિવસ પહેલા સ્થાનિક લોકોના 34થી વધુ મકાનો અને દુકાનોનું ડિમોલિશન કર્યું હતું ડિમોલીસનનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ તંત્રની નીતિનો વિરોધ નોંધાવ્યો છે.

છોટુ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે લોકોને બેઘર કરવાનો સરકારને કોઈ હક નથી. સરકાર એક તરફ કહે છે કે આદિવાસીઓનો વિકાસ કરીશું તો શું આ પ્રકારે ઘર અને દુકાન તોડીને તેઓનો વિકાસ શક્ય છે ખરો? તેઓએ આગામી દિવસોમાં પણ આ લડાઈ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

અત્રે ઉલ્લેખનીયએ છે કે ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવા ધારાસભ્ય ચૈતન વસાવા સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા જોકે તેઓને પોલીસે અગાઉથી જ અટકાવી દેતા વાતાવરણ ગરમાયું હતું.
Latest Stories