ભરૂચ: મનરેગા યોજનાને પૂર્વ MLA છોટુ વસાવાએ મરેગા યોજના ગણાવી, મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ

દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ થયું છે

New Update
  • પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પ્રહાર

  • ભાજપ સરકાર પર પ્રહાર કરાયા

  • મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ

  • યોજનાને મરેગા યોજના ગણાવી

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ મનરેગા યોજનાને લઈ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરવામાં આવી છે. દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે.
આ મામલે પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. મનરેગા યોજના બાબતે તેઓએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે અને આ યોજના લોકો માટે મરેગા યોજના ગણાવી હતી તો સાથે જ ભરૂચ નર્મદા જિલ્લામાં પણ આ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર આચારાયો હોવાના આક્ષેપ છોટુ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. બચુ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા એ સમયે આખુ કૌભાંડ આચરાયુ હોવાના છોટુ વસાવાએ આક્ષેપ કરી મંત્રીના રાજીનામાની માંગ કરી છે.
Latest Stories