ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.1.7 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચના ભોલાવ વિસ્તારમાં રૂપિયા 1.7 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • ભોલાવ વિસ્તારમાં યોજાયો સમારોહ

  • લોકાર્પણ-ખાતમુર્હુત સમારોહ યોજાયો

  • રૂ.1.7 કરોડનો કરવામાં આવશે ખર્ચ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચના ભોલાવ વિસ્તારમાં રૂપિયા 1.7 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં હાલ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે 14માં નાણાપંચની ગ્રાન્ટ, ગ્રામ પંચાયતના સ્વભંડોળો અને જિલ્લા પંચાયતના સહયોગથી ભોલાવ વિસ્તારમાં વિકાસના વિવિધ કામોનો લોકાર્પણ અને ખાતમુર્હુત સમારોહ યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રૂપિયા 1.7 કરોડના વિકાસના વિવિધ કામોનું ખાતમુર્હુત તેમજ લોકોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,સ્થાનિક આગેવાનો તેમજ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની બુસા સોસાયટીમાં નિર્માણ પામેલ માર્ગનું પણ આ પ્રસંગે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
Read the Next Article

ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 4 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ

New Update
fdf

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 ઇંચ,આમોદ 14 મી.મી.,વાગરા 2.5 ઈંચ,ભરૂચ 16 મી.મી.,ઝઘડિયા 2 ઇંચ,અંકલેશ્વર 11 મી.મી.,હાંસોટ 2 ઇંચવાલિયા 2 ઇંચ,નેત્રંગમાં 18 મી.મી.વરસાદ નોંધાયો હતો