New Update
-
ભરૂચ તાલુકાના તવરા ગામે આયોજન
-
નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું
-
વિના મૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો
-
અતુલ ફાઉન્ડેશન દ્વારા આયોજન
-
380 જરૂરિયાતમંદોએ લીધો લાભ
ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 380થી વધુ જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો
ભરૂચ તાલુકાના તવરા ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર ધ્યાની ધામ નિકોરા દ્વારા વિનામૂલ્ય આંખોના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 380થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં મોતિયા, જામર,ચશ્માના નંબર, કિકીના રોગો, પડદાના રોગો તેમજ નજીકના ચશ્માનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ, તવરા હાઇસ્કુલ ટ્રસ્ટી મનહરસિંહ તથા મંગલમઠના મહંત ચેતનદાસ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories