-
મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા મચી ભારે ચકચાર
-
પત્નીના અંગત ફોટા ડીલીટ ન કરતા હત્યાને અંજામ
-
આરોપીએ હત્યા બાદ મૃતદેહના કર્યા હતા 9 ટુકડા
-
પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું
-
મૃતદેહનો કેવી રીતે નિકાલ કર્યો તે સહિત માહિતી મેળવી
ભરૂચમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરવાના મામલામાં પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ભરૂચ શહેરમાં એક અત્યંત દર્દનાક અને ક્રૂર હત્યાકાંડની ઘટનાએ ચકચાર મચાવી છે. શૈલેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિએ પોતાના જ મિત્ર સચિન ચૌહાણની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશના ટુકડા કરીને મોપેટ પર સલવાર-કમીઝ પહેરીને લાશનો નિકાલ કર્યો હતો.જેના CCTV સામે આવ્યા છે.
જેમાં આરોપીએ મહિલાનો વેશ ધારણ કર્યો હતો. બાદમાં મોપેડ પર સવાર થઈને ભોલાવ GIDCની ગટરોમાં લાશના ટુકડા ફેંકી દીધા હતા. સચિનની હત્યા બાદ તેની લાશનો નિકાલ કરતા મિત્રના CCTV વાઈરલ થયા છે. સચિન ચૌહાણ, શૈલેન્દ્રની પત્નીના કેટલાક આપત્તિજનક તસવીરો ધરાવતો હતો અને તે તસવીરો વાઈરલ કરવાની ધમકી આપી રહ્યો હતો.
આ ધમકીથી બચવા અને પુરાવા નષ્ટ કરવા શૈલેન્દ્રએ એક ભયાનક યોજના ઘડી હતી. જ્યારે બંનેની પત્નીઓ બહારગામ હતી, ત્યારે શૈલેન્દ્રએ સચિનને પોતાના ઘરે બોલાવ્યો હતો. બંને મિત્રોએ સાથે પાર્ટી કરી હતી. હત્યાનું કારણ સચિન દ્વારા શૈલેન્દ્રની પત્નીના આપત્તિજનક તસવીરો વાઈરલ કરવાની ધમકી આપવાનું હોવાનું સામે આવ્યું છે, ત્યારે મિત્રએ મિત્રની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરવાનો મામલામાં પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન હતું. જેમાં આરોપીએ કેવી રીતે મિત્રની હત્યા કરી તેમજ મૃતદેહના ટુકડાઓનો કેવી રીતે નિકાલ કર્યો તે સહિતની માહિતી મેળવી હતી.