ભરૂચ જિલ્લામાં મેઘમહેર યથાવત
જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ
વાલિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો
વાતાવરણમાં ઠંડક
24 જૂન સુધી ભારે વરસાદની આગાહી
ભરૂચ શહેર અને જિલ્લામાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું હતું છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ચોમાસાના પ્રારંભે જ સારો એવો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 17 મી.મી.,આમોદ 12 મી.મી.,વાગરા 20 મી.મી.,ભરૂચ 1 મી.મી.,ઝઘડિયા 13 મી.મી.,અંકલેશ્વર 6 મી.મીમ,હાંસોટ 14 મી.મી.,વાલિયા 1 ઇંચ અને નેત્રંગમાં 8 મી.મી. વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 24 જૂન સુધી ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.