ભરૂચ : ગોષવાડ યંગ કમિટી દ્વારા ઇદે મિલાદ પર્વની ઉજવણીનું આયોજન, વિવિધ વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા...

ઈસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈ ભરૂચ શહેર તથા જિલ્લાના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા છે.

New Update
  • હઝરત મોહમ્મદ સાહેબના 1500માં જન્મદિવસની ઉજવણી

  • તા. 5 સપ્ટેમ્બરના રોજ ઇદે મિલાદ પર્વની ઉજવણી કરાશે

  • ઇદે મિલાદ પર્વ નિમિત્તે આકર્ષક શણગાર લોકોમાં આકર્ષણ

  • શહેરના વિવિધ વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા

  • વિવિધ કાર્યક્રમો થકી ઇદે મિલાદ પર્વની ઉજવણીનું આયોજન

ઈસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈ ભરૂચ શહેર તથા જિલ્લાના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા છે.

ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ અને ખુશીઓ સાથે કરવામાં આવી રહી છે. અહીં દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરાતી હોય છે. સમગ્ર દેશમાં આગામી ઈદે મિલાદુન નબીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે ઈસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ સાહેબના 1500મા જન્મદિવસની ઉજવણીને લઈ ભરૂચ શહેરમાં ગોષવાડ યંગ કમિટી દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેરમાં મુસ્લિમ બહુમતી ધરાવતા ગોષવાડ વિસ્તારમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ઈદે મિલાદુન નબી ઈસ્લામી કેલેન્ડર પ્રમાણે ત્રીજા મહિનાની 12મી રબીઉલ અવલના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે તા. 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી કરવામાં આવશેત્યારે ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમુદાયમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની મસ્જિદો તેમજ દરગાહ સહિતના મુસ્લિમ વિસ્તારોમાં મકાનો અને ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે.

Latest Stories