New Update
-
ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસ કર્યો
-
રૂપિયા 9 કરોડની ગ્રાન્ટ કરાય મંજુર
-
વોર્ડ નંબર 6ના વિસ્તારોમાં કરાશે વિકાસના કાર્યો
-
રસ્તા,પાણી,વીજળીની સુવિધા માટે વપરાશે ગ્રાન્ટ
-
સ્થાનિકોમાં ખુશીનો માહોલ
ભરૂચ નગર પાલિકામાં ૨૦૧૫માં વોર્ડ નંબર-૬માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારના વિકાસ માટે રૂ.૯ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.
ભરૂચ નગર પાલિકામાં વર્ષ-૨૦૧૫માં વોર્ડ નંબર-૬માં વિવિધ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમા મકતમપુર અમે તેની આજુબાજુના વિસ્તારોનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં વિકાસ કામો જેવા કે રસ્તા,પાણી લાઈટ માટે રૂ. ૯ કરોડની પાલિકા દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.જે ૯ કરોડની ગ્રાન્ટ આજરોજ મંજુર થઇ છે.જે રકમમાંથી રોડ,રસ્તા અને લાઈટ તેમજ પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ વિભુતીબા યાદવે જણાવ્યું હતું.
Latest Stories