/connect-gujarat/media/media_files/2025/05/30/aZXGbJqffOAiFmMGMqZl.png)
ભરૂચમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાટક દ્વારા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચના અલગ અલગ વિસ્તારો કે.જે.પોલીટેકનિક, જીએનએફસી કંપની, ભોલાવ બસ ડેપો, શક્તિનાથ શાક માર્કેટ, તુલસીધામ શાક માર્કેટ, સાઈ મંદિર ઝાડેશ્વર, સીટી સેન્ટર ભરૂચ, માતરીયા તળાવ, તથા ધોળીકૂઈ બજાર જેવા વિસ્તારોમાં નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
કે.જે.પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા માટે ક્વિઝ કોમ્પિટિશન, પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખવામાં આવી હતી, ભાગ લેનાર વિદ્યાર્થીઓને નવીન ફ્લોરો કંપની દહેજ દ્વારા કાપડની બેગ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણમાં થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. અને કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર કે.એન.વાઘમશી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે સૌને જાગૃત કર્યા હતા.