ભરૂચ શહેરની પટેલ વેલ્ફર હોસ્પિટલ ખાતે પોગ્રસીવ વોરા ટ્રસ્ટ સંચાલિત રાહત મેડિકેર ફાર્મસી દ્વારા આયોજિત સ્વાસ્થ્ય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની પટેલ વેલ્ફર હોસ્પિટલ ખાતે પોગ્રસીવ વોરા ટ્રસ્ટ સંચાલિત રાહત મેડિકેર ફાર્મસી દ્વારા આયોજિત સ્વાસ્થ્ય જાગૃતિ સેમિનારની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય વક્તા ડોક્ટર મિનહાજ અને ડોક્ટર યુસુફ પટેલની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો. ડોક્ટર મિનહાજ પટેલએ લોકોને ડાયાબિટીસના રોગથી માહિતગાર કર્યા હતા, અને ડાયાબિટીસના દર્દીઓને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને સમય સમય પર ડાયાબિટીસની તપાસ કરાવી લેવી તેમજ ડાયાબિટીસ કંટ્રોલ કરવા વિસ્તૃત માહિતી આપી હતી.
આ સાથે જ ભરૂચની મિલ્લતનગર સોસાયટીમાં ચાલતી કફન-દફન સંસ્થાને એમની ઉત્તમ સેવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ જાગૃતી અભિયાનમાં ભરૂચના અનેક આગીવાનો આદમભાઈ, નાસિર પટેલ, બસીર પટેલ, હુસેનભાઈ, ફારૂકભાઈ, આસીફ પટેલ ઇકબાલ પાદરવાલા, અબ્દુલ કામઠી સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.