ભરૂચ : ગાયના ધણને નડેલ અકસ્માતના હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા, 7 ગૌ માતાના નિપજ્યા હતા મોત…

ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા

New Update
  • સેગવા-વરેડીયા ચોકડી NH-48 પર સર્જાયો હતો અકસ્માત

  • ગાયોના ધણ પર મહાકાય ટ્રેલર ફરી વળતાં થયો અકસ્માત

  • 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા7 ગાયને ઇજા

  • સર્જાયેલ અકસ્માતના હૃદય દ્રાવક CCTV ફૂટેજ સામે આવ્યા

  • પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

Advertisment

ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાજ્યારે 7 ગાયને ઇજા પહોચી હતીત્યારે હાલ તો ગાયના ધણને નડેલ અકસ્માતમાં હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા છે.

મળતી માહિતી અનુસારવડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહ્યું હતું. તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ બનેલું ટ્રેલર ગાયો પર ફરી વળ્યું હતું. ટ્રેલરની ટકકર વાગતા 7 જેટલી ગાયના સ્થળ પર જ મોત થયાં હતાજ્યારે 7 જેટલી ગાયોના પગ તૂટી ગયા હતા. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવતાં ડ્રાઇવર ટ્રેલર મુકી ભાગી ગયો હતો. હાઇવે પર દર્દથી કણસતી ગાયોને જોઇ સૌના હ્રદય દ્રવી ગયા હતા.

તો બીજી તરફઇજાગ્રસ્ત ગાયના ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતી. તેમને વધુ સારવાર માટે વડોદરાના પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં ગાયના ઘણ પર કાળ કેવી રીતે ત્રાટકે છેતે સ્પષ્ટ નજરે પડે છેત્યારે હાલ તો પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Latest Stories