ભરૂચ: ભાડભૂત બેરેજમાં જમીન અસરગ્રસ્ત ખેડૂતોને કોડીના ભાવે વળતર આપવાનો નિર્ણય હાઇકોર્ટમાં રદ્દ, હવે નવી જંત્રી પ્રમાણે ભાવ આપવા ખેડૂતોની માંગ

ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • ખેડૂત સમન્વય સમિતિ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • ખેડૂતોને કોડીના ભાવનું વળતર આપવાનો નિર્ણય રદ્દ

  • નવી જંત્રી પ્રમાણે વળતર ચુકવવાની માંગ 

સરકાર દ્વારા ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ અંગે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી હવે યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે.
નર્મદા નદી પર ભાડભુત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે. આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે. ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવૉર્ડમની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો હતો આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો ત્યારે આ અંગે સરકાર દ્વારા નિર્ણય પાછો લેવામાં આવ્યો છે ત્યારે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસારસરકાર તરફથી હાઈકોર્ટમાં સંપાદન રદ કરવાના નિર્ણયને ખેડૂતો આવકારે છે.હવે આજ સંપાદન પ્રક્રિયા ગુજરાત સુધારા અધિનિયમ-૨૦૧૬ ની કલમ-૨૬ (૨) અનુસાર કોઈપણ વિસ્તારની ફરજીયાતપણે બજાર કિંમત રીવાઈઝડ કરવાની જોગવાઈ કરવામાં આવી હોય તે પ્રક્રિયાનું સંપુર્ણપણે પાલન કરવાની માંગ કરવામાં આવી છે.સાથે જ  સંપાદન પ્રક્રિયા નવેસરથી કરવાની હોય તો વર્ષ ૨૦૨૫ની બજાર કિંમત અને રાજય સરકાર તરફથી સુચિત જંત્રી જંત્રી ડ્રાફટ 2024  મુજબનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે.
Latest Stories