-
દયાદરા ગામ પાસે તંત્રની કાર્યવાહી
-
રસ્તાને નડતરરૂપ દબાણો હટાવ્યા
-
ત્રણ વખત નોટિસ આપ્યા બાદ કરાઈ કાર્યવાહી
-
હાઇવે ઓથોરિટી અને તંત્રએ દબાણો હટાવ્યા
-
પોલીસ બંદોબસ્ત સાથે હટાવ્યા દબાણો
ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચ તાલુકાના દયાદરા ગામે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું,દબાણકર્તાઓને તંત્ર દ્વારા અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી.તેમ છતાં દબાણ હટાવવામાં નહીં આવતા આજરોજ નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.મુખ્ય માર્ગને અડચણરૂપ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.
આજરોજ વહેલી સવારે જ પ્રાંત અધિકારી, મામલતદાર અને નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા.અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી.જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.આજરોજ સાંજ સુધીમાં તમામ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરત પટેલે જણાવી ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું.