ભરૂચ:જંબુસરમાં હોળીકાના પ્રેમી ઇલ્લાજીની કાઢવામાં આવે છે સ્મશાન યાત્રા,જુઓ શું છે કારણ

ભરૂચના જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની

New Update
ભરૂચમાં ધુળેટીના પર્વની ઉજવણી
જંબુસરમાં વર્ષોની પરંપરા
ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી કાઢવામાં આવે છે સ્મશાનયાત્રા
ઇલ્લાજી હોળીકાનો પ્રેમી હોવાનો મત
હોળીકાનું દહન થતા રાખમાં ઇલ્લાજી આળોટે છે
ભરૂચના જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે.
ભરૂચના જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી વિસ્તારમાં પરંપરાગત રીતે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની  પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી  હોલીકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું  અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે  અને અલગ અલગ રંગ  ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે.ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયાં હતા.
Read the Next Article

ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે NH 48 પર લાગ્યા વાહનોના થપ્પા, ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ

વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

New Update
Traffic Jam

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે આજરોજ વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક પણ વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

ઝાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા વકરી રહી છે ત્યારે માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે.