New Update
-
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો બનાવ
-
શિક્ષિકાના પતિએ આચર્યું હતું વિદ્યાર્થીની પર દુષ્કર્મ
-
આરોપી 3 દિવસના પોલીસ રિમાન્ડ પર
-
પોક્સોની કલમનો પણ ઉમેરો કરાયો
-
આરોપી સામે અગાઉ પણ નોંધાઇ છે ફરિયાદ
ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાથીએ શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં કોટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો સાથે જ આ મામલામાં પોકસોની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે
ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ શાળાનો એક પછી એક વિવાદ બહાર આવી રહ્યો છે.પ્રથમ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આરોપી ફિલિપ ઉર્ફે રોનીએ સ્કૂલની રિયુનિયન મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ફરિયાદ અનુસાર, આ ઘટના 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ બની હતી. આરોપી વિદ્યાર્થીની સાથે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સંપર્કમાં આવ્યો હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલિપ ઉર્ફે રોની પર અગાઉ પણ એક મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવ્યા હોનો ગુનો પણ નોંધાયો હતો.આરોપીએ વિધવાની એકલતાનો લાભ ઉઠાવીને કોઈ કેફી પીણું પિવાડી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો.આ સિવાય તેની પાસેથી રૂ.33.34 લાખની છેતરપીંડીની ફરિયાદ પણ નોંધાઈ છે.
Latest Stories