ભરૂચ:આમોદમાં મુખ્ય પાણીની લાઈનની કામગીરીમાં ગોબાચારી,કાથીની દોરીથી પાઇપને કરાઈ જોઈન્ટ!

ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા મુખ્ય પાણીની લાઈનની કામગીરી ચાલી રહી  છે.જોકે પાઈપમાં કાથીની દોરીથી જોઈન્ટ કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

New Update
Advertisment
  • આમોદમાં નગરપાલિકાની હાસ્યાસ્પદ કામગીરી 

  • મુખ્ય પાણીની લાઈનની ચાલી રહી છે કામગીરી 

  • નગરજનોને પડી રહી છે પાણીની હાલાકી 

  • પાઈપમાં કાથીની દોરીથી જોઈન્ટ કરતા ચર્ચાનો વિષય 

  •  નગરપાલિકાની કામગીરી સમયે ઉઠ્યા પ્રશ્નો 

Advertisment
ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા મુખ્ય પાણીની લાઈનની કામગીરી ચાલી રહી  છે.જોકે પાઈપમાં કાથીની દોરીથી જોઈન્ટ કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં હાલમાં નગરપાલિકા દ્વારા મુખ્ય પાણીની પાઈપ લાઈનની કામગીરી ચાલી રહી છે,જેના કારણે નગરજનોએ પાણી માટે વલખા મારી રહ્યા છે.નગરપાલિકા દ્વારા પાણીની HDPની 300 ડાયાની પાઈપમાં આશ્ચર્ય પમાડે તે રીતે જોઈન્ટ મારવામાં આવ્યું છે,આધુનિક ટેકનોલોજીના યુગમાં સસ્તી અને સરળ પદ્ધતિથી પાઇપને કાથીની દોરીથી જોઈન્ટ મારવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે,અને લોકોમાં નગરપાલિકાની કામગીરી ભારે હાસ્યાસ્પદ બની છે.વધુમાં નગરપાલિકાની કામગીરી સામે લોકોએ ગંભીર આક્ષેપ પણ કરી રહ્યા છે.  
Latest Stories