ભરૂચ:જંબુસરના ઘનશ્યામ નગરમાં દિવાળીના દિવસે મારમારીની ઘટનાથી ચકચાર

હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા

New Update

જંબુસરમાં બની દિવાળીમાં મારામારીની ઘટના 

નજીવી બાબતે ટોળાએ કર્યો હિચકારો હુમલો 

માછી સમાજના લોકો દ્વારા ટોળું બનાવી કર્યો હુમલો 

પરમાર પરિવારના ઇજાગ્રસ્તો સારવાર હેઠળ 

પોલીસે કરી હુમલાખોરોની ધરપકડ 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઘનશ્યામ નગરમાં રહેતા પરમાર પરિવાર પર માછી સમાજના લોકોએ ટોળું બનાવીને હુમલો કર્યો હતો,નજીવી બાબતે હિચકારો હુમલો કરવામાં આવતા પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઘનશ્યામ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ સારોદ ગામના રહેવાસી મહેશ કનુભાઈ પરમાર એસ.ટી વિભાગમાં ફરજ બજાવે છે.તેમના પુત્ર વિનીત પરમાર ઉમર વર્ષ 17ને પોતાના મિત્ર સાથે વિમલ ખાવા બાબતે ઝઘડો થયો હતો,જેની રીસ રાખીને માછી સમાજ દ્વારા ટોળું બનાવી મહેશ પરમારના ઘરમાં ઘુસી ઘરમાં તોડફોડ કરી મહેશના ઘરના સભ્યો, એમના પુત્ર વિનીત,તેમની પત્ની લક્ષ્મીબેન,તેમના ભાઈ હસમુખ પરમાર,તેમના સાળા અર્જુન પરમાર પર હિચકારો હુમલો કર્યો હતો.
આ હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે જંબુસર પોલીસે  આરોપીઓની ધરપકડ કરી એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
#Connect Gujarat #Bharuch News #gujarat samachar #Jambusar Police #jambusar News
Here are a few more articles:
Read the Next Article