New Update
-
ભરૂચના આમોદના કેસલુ ગામનો બનાવ
-
સસરાએ જમાઈ પર કુહાડીથી કર્યો હુમલો
-
જમાઈને માથાના ભાગે ગંભીર ઇજા
-
મજૂરી કામે જવા બાબતે થઈ હતી તકરાર
-
આમોદ પોલીસે હુમલાખોર સસરાની કરી ધરપકડ
ભરૂચ આમોદ તાલુકાના કેસલુ ગામે સસરાએ જમાઈ પર કુહાડીથી હુમલો કરતા જમાઈને ગંભીર ઇજા પહોંચતી હતી. આ મામલામાં આમોદ પોલીસે ગુનો નોંધી હુમલાખોર સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના આમોદ તાલુકાનાં કેસલુ ગામે રહેતા ચતુર રાઠોડને ત્યાં તેમનાં જમાઈ ગણપત રાઠોડને તેમનાં ગામમાં મજૂરી નહી મળતા તેમનાં સસરાના સાથે કેસલું ગામે એક મહિનાથી રહેતાં હતાં અને પતિ પત્નિ મજૂરીએ જતાં હતાં ત્યારે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી.મજૂરીએ જવા બાબતે સસરા જમાઈ વચ્ચે થયેલ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ઉશ્કેરાય ગયેલા સસરાએ જમાઈ પર કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જમાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી આથી તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.આ મામલામાં આમોદ પોલીસે હત્યાની કોશિશના ગુનામાં સસરા ચતુર રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.