ભરૂચ : ઝઘડિયા ચકચારી દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મની જધન્ય ઘટના બની હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા.

New Update
Advertisment
  • ઝઘડિયામાં બાળકી સાથે ચકચારી દુષ્કર્મનો મામલો

  • કોર્ટે દુષ્કર્મ આરોપીના 5 દિવસના કર્યા રિમાન્ડ મંજુર

  • પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

  • ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા

  • દુષ્કર્મ મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મની જધન્ય ઘટના બની હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. આ સાથે જ પોલીસે આરોપીને સાથે રાખીને ચકચારી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને અમાનુષી અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા. આ ઘટનામાં પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઝઘડિયા જીઆઇડીસીમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતુંઅને ગુન્હાના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.

ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપી વિજય પાસવાનની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવતા ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આરોપી નરાધમ વિજય પાસવાને પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કેતેને અગાઉ પણ બાળકી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હતુંઅને દુષ્કર્મની ઘટનામાં બાળકીના ગુપ્ત ભાગમાં સળીયો નાખીને રાક્ષસી કૃત્યને અંજામ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેચકચારી દુષ્કર્મની ઘટનામાં ભરૂચ પોલીસે યુદ્ધના ધોરણે તપાસ આટોપીને કોર્ટમાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ સાથે જ પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

Latest Stories