ભરૂચ: ભોલાવના ઇલોરાપાર્કમાં 5 લાખના ખર્ચે નિર્માણ પામેલ શેડનું લોકાર્પણ

ભરૂચના ભોલાવ ગામમાં ઇલોરાપાર્ક સોસાયટી ખાતે પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું લોકાપર્ણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં વિકાસ કાર્ય

  • ઇલોરાપાર્કમાં નિર્માણ પામ્યો શેડ

  • રૂ.5 લાખનો ખર્ચ કરાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • આગેવાનોએ આપી હાજરી

ભરૂચના ભોલાવ ગામમાં ઇલોરાપાર્ક સોસાયટી ખાતે પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું લોકાપર્ણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તથા ભોલાવ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ ગામની ઇલોરાપાર્ક સોસાયટી ખાતે અંદાજિત પાંચ લાખના ખર્ચે શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેડનું લોકાપર્ણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના દહસ્તે વિધિવત્ સંપન્ન થયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામજનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા નિર્માણ પામેલા શેડથી સ્થાનિક રહેવાસીઓને સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યો માટે એક સારો માધ્યમ ઉપલબ્ધ થયો છે.લોકાપર્ણ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ગામના સર્વાંગી વિકાસ માટે સરકાર તથા પંચાયત તંત્ર તરફથી સતત સહયોગ મળશે તેવી ખાતરી આપી હતી. 
Latest Stories