ભરૂચ: ભોલાવ ગ્રામપંચાયત વિસ્તારમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકર્પણ-ખાતમુહૂર્ત

ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 42 લાખના વિકાસકામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • ભોલાવ ગ્રામપંચાયત વિસ્તારમાં વિકાસના કાર્યો

  • રૂ.42 લાખના ખર્ચે વિકાસના કામોનું નિર્માણ

  • લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 42 લાખના વિકાસકામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ ગામે અવધૂત નગર 1સોસાયટી, સ્ટ્રીટ નં. 7 થી આદિત્ય સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગના વિકાસ કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમ તેમજ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ તમામ કામોની કુલ અંદાજિત કિંમત રૂ. 42 લાખ જેટલી થાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તથા સોસાયટીઓના આગેવાનો તથા રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વિકસાવવી એ અમારી પ્રથમતા છે.સાથે સાથે કોલેજ નજીકથી પસાર થઈ ઝાડેશ્વર તરફ જતા માર્ગને પણ આજુબાજુથી વધારવાની પણ મંજૂરીની વાત ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ વધુ વિકાસકામો માટે સતત પ્રયત્નશીલ રહીશું એવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.
Latest Stories