ભરૂચ: વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયુ

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • વિકાસ સપ્તાહની કરાય ઉજવણી

  • વહીવટી તંત્ર દ્વારા યોજાયો કાર્યક્રમ

  • લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચના આંબેડકર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આગેવાનોના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેકટર ગૌરાંગ મકવાણા અધિક કલેકટર એન.આર.ધાંધલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવતા જિલ્લાવાસીઓની સુવિધામાં વધારો થશે.

Latest Stories