ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરાય, વિવિધ કાર્યક્રમો યોજાયા...

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.

આઝાદીના અમૃતકાળમાં આજે તા. 15 ઓગષ્ટે દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મુખ્ય મહેમાન ભારતીય વાયુ સેનાના નિવૃત્ત અધિકારી ક્રિશ્ના બલ્લવ સિંઘના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો.

સ્વતંત્રતા પર્વની ઉજવણી વેળા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કદમતાલ સાથે સુંદર પરેડ યોજાય હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ક્રિશ્ના બલ્લવ સિંઘએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પોતાના સારા સ્વાસ્થ્ય તેમજ સારા અભ્યાસ માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટરવિવિધ વિભાગોના આચાર્યો સહિત શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Jay Ambe International School #Jais Bharuch #celebration #Independence Day
Here are a few more articles:
Read the Next Article