ભરૂચ : ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું કરાયું આયોજન

ભરૂચ જિલ્લામાં તારીખ 31 મે 2025 શનિવારના રોજ વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

New Update
  • વિશ્વ તમાકુ મુક્તિ દિવસની ઉજવણીનું આયોજન

  • 31 મેના રોજ છે વિશ્વ તમાકુ મુક્તિ દિવસ

  • ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા કરાયું આયોજન

  • 10 વધુ ક્લિનિક ખાતે યોજાશે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ

  • મોઢાનાકેન્સર અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો કરાશે પ્રયાસ   

ભરૂચ જિલ્લામાં તારીખ 31 મે 2025 શનિવારના રોજ વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે 31 મે શનિવારના ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે.

આ વિશાળ કેમ્પ ભરૂચ,અંકલેશ્વર,રાજપારડીઝઘડિયાદહેજ સહિત 10થી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે.120થી વધુ દંત ચિકિત્સક આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મોઢાના કેન્સરથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપશે.ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ પાવન કાર્યમાં સહભાગી થવા અને પોતાના તથા પોતાના પરિવારજનોને તંદુરસ્ત ભવિષ્ય માટે આ મફત તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.ભરૂચ-અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડો.રૂનીત જૈને જણાવ્યું હતું કેઆ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે.

Read the Next Article

ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંત નિરંકારી મિશન દ્વારા આયોજન

  • ઝોનલ બાળ સમાગમ યોજાયું

  • બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા
ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી.