New Update
ગણેશ મહોત્સવનો.આજથી પ્રારંભ
ગણેશ ચતુર્થીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાઓની કરાય સ્થાપના
ભક્તિ સભર માહોલ જોવા મળ્યો
10 દિવસ ભક્તો શ્રીજીની ભક્તિમાં બનશે લીન
વિઘ્નહર્તા શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે ભરૂચ શહેરમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી
ભરૂચ શહેરમાં આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. શહેરના નાના મોટા વિસ્તારોમાં વિવિધ ગણેશ મંડળો તથા ઘરેઘરે વિઘ્નહર્તા ગણપતિ બાપાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. આરતી, પૂજા-અર્ચના અને ભક્તિગીતોથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું.વિવિધ મંડળોએ સુંદર શણગાર સાથે ભવ્ય પંડાલોની રચના કરી છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે. મંડળો દ્વારા દસ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને સામાજિક સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.શહેરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ગણેશ મહોત્સવની શરૂઆત થતાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
Latest Stories