ભરૂચ: નર્મદા પાર્કમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા વૃક્ષારોપણ કરાયુ

ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા પણ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતું 

New Update

ભરૂચમાં સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી

નર્મદા પાર્કમાં કાર્યક્રમ યોજાયો

વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન

સાફ સફાઈ સાથે વૃક્ષારોપાણ કરાયુ

આગેવાનો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા પણ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતું 
ભરૂચના ઝાડેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર આવેલ નર્મદા પાર્કમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રોટેક્શન કાઉન્સિલ તથા લાયન્સ ક્લબ અને નર્મદા કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં નર્મદા પાર્કના નર્મદા નદીના કાંઠે જાહેરમાં પડેલો કચરો ઉઠાવી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સાથે જ પર્યાવરણ બચાવોના સંદેશ સાથે નર્મદા પાર્કના નદીના કાંઠા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ નર્મદા પાર્કમાં લોકોને બેસવા માટે બે બાકડા પણ મૂકવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં નેશનલ હ્યુમન રાઈટસ પ્રોટેક્શન કાઉન્સિલના ડો. ટી.એમ ઓનકાર, હસમુખ દેલવાડીયા,હીનાબેન સહિત લાયન્સ ક્લબ તથા નર્મદા કોલેજની વિદ્યાર્થીનીઓ ખાસ ઉપસ્થિત રહી હતી
Latest Stories