New Update
-
ભરૂચમાં નિવૃત્ત આર્મીમેનના મકાનમાં થઈ હતી ચોરી
-
પોલીસે સીસીટીવીના આધારે આરોપીની કરી ધરપકડ
-
રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરાયો
-
પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
-
આરોપી સુપરસ્ટાર શાહરુખ ખાનના ઘરમાં પણ ઘૂસ્યો હતો
એક વર્ષ પહેલા સુપર સ્ટાર શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે.પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં મથકમાં નોંધાઈ હતી.આ મામલે બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તલાસ હાથ ધરી હતી.
જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહા અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મિન્હાઝ સિંધાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલો રૂપિયા 2.74 લાખનો મુ્દામાલ રિકવર કર્યો હતો.
આરોપીઓની પૂછતાછમાં પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જણાવા મળી હતી,જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાહાએ એક વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપર સ્ટાર શાહરૂખ ખાનના બંગલો મન્નતની હાઈ સિક્યુરિટી તોડીને છેક ત્રીજા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
જેમાં તેને શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતાં તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories