ઝઘડીયા તાલુકા રાજપારડી ચાર રસ્તા ખાતે આયોજન
કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત
અમિત ચાવડાની આગેવાનીમાં જનમંચ કાર્યકમ યોજાયો
લોકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગેની રજૂઆત કરાય
સરકારમાં પ્રશ્નો રજૂ કરી નિરાકરણ લાવવા ખાત્રી અપાય
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં જનમંચ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા અમિત ચાવડા જનમંચ કાર્યકમ હેઠળ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા અને વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે, ત્યારે જનમંચ કાર્યક્રમ લઈને તેઓ આજે નર્મદા અને ભરૂચ જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા રાજપારડી ચાર રસ્તા ખાતે વિપક્ષ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં જનમંચ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનમંચ કાર્યકમમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રોજગારી, રોડ-રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓ, ખેતી નુકશાન, પાક સર્વે તેમજ સહાય વળતર મુદ્દે વિપક્ષ નેતા અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરી હતી. આ સાથે જ વિપક્ષ નેતા અમિત ચાવડાએ તમામ પ્રશ્નોને સરકારમાં રજૂ કરી યોગ્ય નિરાકરણ લાવવા લોકોને ખાત્રી આપી હતી. જનમંચ કાર્યકમ દરમ્યાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રભારી કાશ્મીરા શાહ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, પ્રવકતા નાઝુ ફડવાળા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.