ભરૂચમાં કાર્યક્રમનું આયોજન
જેટકો દ્વારા કાર્યક્રમ યોજાયો
5 સબ સ્ટેશનનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી-ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત
લોકોને વિક્ષેપ વગર નિયમિત વીજ પુરવઠો મળશે
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે સ્વામી. ભરૂચ નગર સેવાસદનના પ્રમુખ વિભૂતિ યાદવ, પ્રાંત અધિકારી મનીષા માનાણી,વીજ કંપનીમાં એમ.ડી.ઉપેન્દ્ર પાંડે સહિતના અધિકારીઓ તેમજ પદઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 66કેવી ઝાડેશ્વર,66 કેવી પખાજણ,66કેવી પારડી ઇદ્રીશ સબ સ્ટેશનનું લોકાર્પણ તથા 66 કેવી ગોવાલી, 66કેવી તણછા સબ સ્ટેશનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચના ઝાડેશ્વર સબ સ્ટેશનનું રૂ.28 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે જેનો 8 હજાર પરિવારોને સીધો લાભ થશે.નવા સબ સ્ટેશનના નિર્માણથી સ્થાનિકોને નિયમિત વિક્ષેપ વગર વીજ પુરવઠો મળી રહેશે.