ભરૂચ: ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથના પર્વની ઉજવણી, હિંગળાજ માતાની કરાય આરાધના

ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ કાજારા ચોથના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ કાજારા ચોથના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંગળાજ માતાના પ્રતિક રૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી 

આજરોજ શ્રાવણ વદ ચોથ એટલેકે કાજારા ચોથના પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી .આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઇ જયારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચુંદડી આપી હાથશાળના વ્યવસાયમાં જોડવા આહ્વાહન કર્યું હતું ત્યારથી ભરૂચમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે .માતાજીના પ્રતિક રૂપે ચુંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજારો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે .સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે .ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લહાવો લઇ ધન્યતા અનુભવી હતી
#Bharuch #Gujarat #CGNews #Kshatriya community #celebrate #Hinglaj Mata #Kajara Choth
Here are a few more articles:
Read the Next Article