New Update
ભરૂચના ઝઘડિયામાં આવેલું છે ઇન્દોર ગામ
ઇન્દોર ગામના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ગ્રામપંચાયતની નિતિઓનો વિરોધ
જવાબદારો સામે કડક પગલાની માંગ
ભરૂચના ઝઘડિયા તાલુકામાં ઇન્દોર ગામના આગેવાનો દ્વારા ગ્રામપંચાયતની નીતિઓના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી
ભરૂચના ઝઘડિયા તાલુકામાં ઇન્દોર ગામના આગેવાનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ૦૯/૦૫/૨૦૨૫ના રોજ ઇન્દોર ગ્રામ પંચાયતે એક સામાન્ય બેઠકને ગ્રામસભા તરીકે ખપાવી હતી.
આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકો લોકોને તત્કાળ ધોરણે આપવામાં આવી, અને ગામના મોટાભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા હતા
આ ગ્રામસભામાં ગૌચરની જમીન અંગે ખોટો ઠરાવ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા જાહેર હિતનો ખોટો આડંબર કરી ઠરાવો લખવામાં આવ્યા છે
જેમાં ખાનગી એકમને ફાયદો પહોંચાડવા જમીનની ફાળવણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરાય છે.