ભરૂચ: જંબુસરના વડદલા ગામે દીપડાએ 3 પશુઓનો કર્યો શિકાર, વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું

વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે.

New Update
  • ભરૂચના જંબુસરના વડદલા ગામનો બનાવ

  • દીપડાનો આતંક જોવા મળ્યો

  • દીપડાએ ત્રણ પશુઓનો કર્યો શિકાર

  • પશુપાલકોમાં ફફડાટ

  • વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું

ભરૂચના જંબુસર તાલુકાના વડદલા ગામે દીપડાએ ત્રણ પશુઓનો શિકાર કરતાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે
વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે. જંબુસર તાલુકાના વડદલા ગામ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ યાદવ તેમજ હરેન્દ્રસિંહ સિંધા નામના પશુપાલકોએ તેમના પશુને ખેતરમાં બાંધ્યા હતા.આ દરમિયાન અચાનક દીપડો આવી ચઢયો હતો અને ત્રણ પશુઓનો શિકાર કર્યો હતો. આ અંગેની જાણ થતા જ પશુપાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ખેતરોમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની શરૂ કરવામાં આવી છે. આ તરફ ખેતરોમાંથી દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા છે.
Latest Stories