New Update
/connect-gujarat/media/media_files/2025/04/01/0uh9DGR2b7bHBhIJeICh.jpg)
ભરૂચના લિંકરોડ પર આવેલ માતરિયા તળાવ ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી જીવદયા પ્રેમીઓએ 6 ફૂટ લાંબા ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું.
નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના રમેશ દવેને મળેલી માહિતીને લઈ જીવદયા પ્રેમીઓ હિરેન શાહ અને વ્રજ શાહે માતરિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી અત્યંત ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું.કલાકોની ઝહેમત બાદ 6 ફૂટ લાંબા અત્યંત ઝેરી સાપ કોબ્રાનું રેસ્ક્યુ કર્યું હતું જેને પકડી અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.