New Update
/connect-gujarat/media/media_files/2025/02/14/MP0OWphyTYXDbco5QqEI.jpeg)
ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અટકાવવા પાછલા એક સપ્તાહ દરમ્યાન ઝગડિયા, રાજપારડી, મુલદ રોડ, ભરૂચ-દહેજ રોડ, આમોદ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન સાદીરેતી ખનીજના બિન અધિકૃત વહન કરતા કુલ ૨ ટ્રક તેમજ બ્લેકટ્રેપ ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪ વાહનો આમ, કુલ ૦૬ વાહનો સીઝ કરી ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી.